Wednesday, March 19, 2025

મોરબીના જાંબુડિયા નજીક સિરામીક ફેકટરીમાં દાઝી જતાં શ્રમીકનુ મોત; એક ગંભીર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:મોરબી તાલુકાના જાંબુડિયા નજીક આવેલ સિરામીક કારખાનામાં કોલસાના ઢગલામાં ધુમાડા નીકળતા હોય બે શ્રમિકો કોલસો આઘો પાછો કરવા જતાં અચાનક જ કોલસાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા બન્ને શ્રમિકો દાઝી ગયા હતા જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. એક ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા નજીક આવેલ ઓલવીન સિરામીક કારખાનામાં ગત તા.૧૪-૧૨-૨૦૨૩ના રોજ કોલસાના ઢગલામાં ધુમાડા નીકળતા હોય બે શ્રમિકો સ્પ્રે ડાયર વિભાગમાં પ્લેટફોર્મ ઉપર ચડી કોલસો આઘો પાછો કરવા જતાં અચાનક જ કોલસાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા સંજયદાસ સુરજકાન્તા દાસ નામનો શ્રમિક ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે તા.૨૧ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં દિનેશ તુલસીરામ બારેલા ઉ.૨૧નામનો મધ્યપ્રદેશનો વતની યુવાન ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર