બજેટ સત્રમાં સિરામિક ઉદ્યોગની બાદબાકી: જેમ નળિયા પતી ગયા એમ તળિયા પણ પતી જશે
મોરબી શહેરની હાલ સિરામિક સિટી તરીકે દેશવિદેશમાં ઓળખ છે પરંતુ એક સમયે મોરબી નળિયા ઉધોગ થી વિખ્યાત હતો નળિયા ઘડિયા અને તળિયા એ મોરબી ની ઓળખ અને શાન હતું પરંતુ નળિયા ના 285 એકમો માંથી હાલ 12 નળિયા એકમો બચ્યા છે જે પણ ઓક્સિજન પર છે હાલ નળિયા ઉદ્યોગ નું પતન થઈ ગયું છે.
આઝાદી બાદ મોરબી શહેર ઘડિયાળ નગરી તરીકે વિશ્વમા વિખ્યાત બન્યું હતું, મોરબીમાં બનેલી ઘડિયાળ દુનિયાભરના વિવિધ દેશોના ઘર ની શાન બની ગઈ હતી અને દુનિયાને ટાઈમ બતાવતી હતી પરંતુ હાલ ઘડિયાળ ઉદ્યોગનો ખુદનો સમય ખરાબ ચાલી રહ્યો છે
આવા જ હાલ મોરબી સિરામિકના થવા જઈ રહ્યા છે તેની પાછળ નું મુખ્ય કારણ સરકાર ની દાનત ખોરા ટોપરા જેવી છે.મોરબી સિરામિક દેશના ટોટલ જીડીપી માંથી 3% નો રોલ ભજવે છે તેમ છતાં સરકાર દ્વારા લાંબી બીમારીથી માંદગી ના પથારીએ પડેલા સિરામિક ની ખબર પણ કાઢી નથી નરેન્દ્ર મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમ્યાન ચાંદી નો ત્રિકમ આપ્યો એના બદલા માં સરકારે શું આપ્યું ફક્ત ગેસનો ભાવ વધારો અને NGT ના દંડ ની નોટીશું
હાલ મોરબીના 300 થી વધુ યુનિટો બંધ થઈ ગયા છે જેમાં 100 થી વધુ યુનિટો એ તો મશીનરી પણ વહેચી નાખી છે અમુક એકમોને બેંક દ્વારા હરાજી પણ કરી નાખવામાં આવી છે અને દીનપ્રતિ દિન એકમો બંધ થઈ રહ્યા છે તેની પાછળ મોરબીના અંગુઠા છાપ કાટલાં ધારી નેતાઓ છે.
મોરબીના જ નેતાઓ એ પ્રચાર કર્યો હતો કે મોરબીના પાનેલી રોડ ઉપર 500 હેક્ટર મા સિરામિક જીઆઈડીસી ની પરિકલ્પના સાકાર થશે રૂ.૧૫૦૦૦ કરોડ ના પ્રારંભિક રોકાણની આશા વગરે વગરે પણ રાજ્ય ની સરકારે આજ સુધી કંઈ કર્યું નહિ, દેશી કાટલાછાપ નેતાઓ વિડિયો બનાવી ને લિંબડ જસ ખાટલા આવે છે અને પોતાને સિરામીક ના મસીહા બતાવે છે.
હમણાં મોરબીના ધારાસભ્ય દ્વારા સિરામિક ઉદ્યોગના માળખાકીય વિકાસ માટે ૧૨૦૦ કરોડના રોડ કામોને મજૂરીના સમાચાર ઢોલ વગાડી ને જસ ખાટ્યો હતો પરંતુ આ બાબતે ભાજપ સંગઠન ગ્રુપના ચર્ચા ચાલો હતી કે આ બાબતે ખુદ બળવંતસિંહ કે ઉદ્યોગ કમિશનર ને પણ ખબર નથી , આ બસ અણસમજ અને અજ્ઞાનતા નો માર્ગી એટેક છે.
જો સરકાર બજેટમાં સિરામિક માટે ધ્યાન નહિ આપે અથવા કોઈ નક્કર પોલિસી નહિ બનાવે તો આવનાર દિવસો માં સિરામીક ઉદ્યોગ નળિયા ની જેમ હતો થઈ જશે અને ઉદ્યોગકારો જૂની કહેવત ની જેમ બાપુજી ને માલૂમ થઈ કે જે ભાવે ઘોડા લીધા એજ ભાવે ઘોડા વહેચાઈ ગયા માટે ભાડાના મોકલો તો ઘરે આવી જેવા હાલ થઈ જશે.