બજેટ કોઈ પણ હોઈ મોરબી સિરામીક અને ઘડિયાળ ઉદ્યોગને મળે છે ઠેંગો !!
મોરબી સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગને નાતો કેન્દ્રના બજેટમાં કોઈ મોટી રાહત મળી રહી છે ના તો રાજ્ય સરકારના બજેટમાં તેવું લાગી રહ્યું છે.
બજેટ હોય ત્યારે સામાન્ય નાગરિકોથી લઈને કોર્પોરેટ સેક્ટર સુધીના લોકો આશા ભરી મીટ માંડીને બેઠા હોય તે સ્વાભાવિક જ હતું વળી હાલ વૈશ્વિક મંદી અને દેશમાં મંદીના માહોલમાં સિરામિક ઉદ્યોગો રાહતની અપેક્ષા રાખીને બેઠા હતા પણ કોઈ મોટી એવી જાહેરાતો થઈ નથી જેનાથી સિરામિક ઉદ્યોગને સીધી રીતે કોઈ મોટો ફાયદો થાય.
લાખો કરોડો રૂપિયાનું હૂંડિયામણ રડી આપતું મોરબી સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ ને છેલ્લા ઘણા વર્ષોથી બજેટમાં કોઈ મોટી જાહેરાત કે રાહત જોવા મળતી નથી પછી તે કેન્દ્રનું બજેટ હોઈ કે પછી રાજ્ય સરકારનું.ત્યારે પ્રશ્નો એ થાય કે આટ આટલું યોગદાન મોરબી સિરામિક નું અને ઘડિયાળ ઉદ્યોગનું રહ્યું છે છતાં પણ તેમને બજેટો માં કેમ સીધી રીતે લાભ કે રાહત આપવામાં આવતી નથી.
ખાસ કરીને મોરબી સિરામીક ઉદ્યોગ અનેક દેશોની અંદર ટાઈલ્સ અને સેનેટ્રી વેર એક્સપોર્ટ કરી ચાઇના ને સીધી ટક્કર આપી શકે તે પ્રકારે વ્યાપાર કરી રહ્યો છે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ની નીતિઓ હજુ સુધરે તો મોરબી સિરામિક ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થશે જેનો સીધો લાભ ભારતના આર્થિક વ્યવહાર પર પણ થઈ શકે છે આવી જ સ્થિતિ દેશ અને દુનિયાને સમય બતાવતી ઘડિયાળ ઉદ્યોગની પણ છે જેમાં દિવસેને દિવસે મંદિરનો માર મોરબીનાં ઘડિયાળ ના ઉદ્યોગપતિઓને સહન કરવો પડી રહ્યો છે ત્યારે દેશના કોઈ પણ બજેટ ની અંદર ઘડિયાળ ઉદ્યોગને રાહત મળે તો આ ઉદ્યોગ બચી શકે તેવી સ્થિતિમાં છે.
જેથી ભારતના બજેટની અંદર મોરબી સિરામીક ને રાહત મળે તેવી અપેક્ષા મોરબીનાં ઉધોગપતિઓ રાખી રહ્યા છે ત્યારે તેમની આ આશા કેટલી કારગર નીવડે છે તે જોવું રહ્યું.