ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેની મફત સિમ ઓફર 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. કંપનીએ આ ડેવલપમેન્ટ ની માહિતી તેની તામિલનાડુ વેબસાઇટ પર શેર કરી હતી.
આ ઓફર પ્રથમ નવેમ્બરની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી અને આ માટેની છેલ્લી તારીખ 28 નવેમ્બર રાખવામાં આવી હતી. આ પછી, તેને 1 જાન્યુઆરી સુધી વધારવામાં આવી. હવે ફરી એકવાર તારીખ લંબાઈ છે. આ ઉપરાંત BSNL એ 186 અને 199 રૂપિયાના પ્લાનમાં પણ ફેરફાર કર્યા છે.
BSNL એ જાહેરાત કરી છે કે તે 186 રૂપિયાના તમિલનાડુ સર્કલ વાઉચર અને 199 રૂપિયાના વિશેષ ટેરિફમાં ફેરફાર કરી રહી છે. હવે 186 રૂપિયાવાળા પ્લાનની કિંમત 199 રૂપિયા હશે અને તે 28 દિવસને બદલે 30 દિવસની વેલિડિટી સાથે આવશે. તેમાં ઉપલબ્ધ તમામ ફાયદાઓ સમાન રહેશે. આ ફક્ત 1 જાન્યુઆરી 2021 થી લાગુ થશે
એ જ રીતે 199 રૂપિયાના વિશેષ ટેરિફ વાઉચરની કિંમત હવે ઘટાડીને 201 રૂપિયા કરી દેવામાં આવી છે અને આ પહેલેથી લાગુ છે. તેની માન્યતા અને લાભો સમાન રહેશે.