વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક કારખાનામાં કોઈ અજાણ્યો શખ્સ એક પાર્સલ આપી ગયો હતો જેને કારખાનેદારે ખોલી ચેક કરતાં તેમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા મોરબી જીલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવ અંગે જાણ થતા જ જિલ્લા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ છે અને તાત્કાલિક રાજકોટથી બોમ્બ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે…
બનાવની આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેક્સ સિરામિક નામના કારખાનામાં કોઇ અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને કોમ્પ્યુટર વિભાગનું પાર્સલ છે તેમ કહી એક પાર્સલ આપી જતા રહ્યા હતા જે બાદ આ ફેક્ટરીના ઓનર વિનોદભાઈ ભાડજાએ આ પાર્સલ થોડું ખોલતા તેમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા એકમમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને મેનેજમેન્ટ હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને તાત્કાલિક તેની જાણ મોરબી જિલ્લા પોલીસ તંત્રને કરી હતી…
બાબતની જાણ થતાં જ તાત્કાલિક મોરબી એલસીબી, એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાદમાં તુરંત જ રાજકોટ ખાતેની બોમ્બ સ્કવોડને પણ જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગઈ છે.
હાલ પોલીસ દ્વારા આ પાર્સલને અલગ રાખીને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પાર્સલ કોને મોકલ્યો અને શા માટે મોકલ્યો તે વિગતો મેળવવા પોલીસે સઘન તપાસ આદરી હોવાનું જાણવા મળી રહ્યું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa