બોલિવૂડ એક્ટર વરૂણ શર્મા આજે પોતાનો 31 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. વરુણ શર્મા જે પંજાબનો છે, તેની અત્યાર સુધીની ફિલ્મોમાં તેને કોમેડી માટે વખાણવામાં આવે છે. જો કે, તમે ભાગ્યે જ જાણતા હશો કે વરૂણને કદી લાગ્યું ન હતું કે તે કોઈદિવસ પોતાની આગવી શૈલીથી કોઈને હસાવવામાં સક્ષમ બનશે. પરંતુ દરેક સેલિબ્રીટીની જેમ વરુણની પણ પોતાની એક અલગ સ્ટ્રગલ કહાની છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે, વરુણ એક એવા કપરાં સમયમાંથી પસાર થયો છે જ્યારે ડિરેક્ટરએ તેની સાથે દગો કર્યો હતો, ત્યારે તેણે પેઇન્ટ બોક્સના ડબ્બામાં જમવાની ફરજ પડી હતી. 4 ફેબ્રુઆરી, 1990 ના રોજ જલંધરમાં જન્મેલા વરૂણ શર્મા મોટાભાગની ફિલ્મોમાં કોમેડી કરતા જોવા મળે છે. 9 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં વરુણે લોકોને ઘણી યાદગાર ભૂમિકાઓ સાથે હસાવ્યા. પરંતુ અહીં સુધી પહોંચવા માટે પણ અભિનેતાને ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. ડિરેક્ટરની છેતરપિંડીનો ઉલ્લેખ કરતા અભિનેતાએ કહ્યું હતું કે, મેં એક ફિલ્મ સાઇન કરી, મને કહેવામાં આવ્યું કે તમે આ ફિલ્મમાં હીરોના મિત્રના રોલમાં કામ કરશો તેણે મારું ઓડિશન પણ નહોતું લીધું. જ્યારે હું તેની પાસે ગયો, ત્યારે તેણે મને કરાર પર હસ્તાક્ષર કરાવ્યા. તે કરારમાં કાગળ પર માત્ર ચાર લાઇનો લખાઈ હતી. મેં પૂછ્યું કે આ પ્રકારનો કોન્ટ્રાક્ટ? તે માત્ર ચાર લાઇનનો કરાર હતો, મેં તેના પર સહી પણ કરી દીધી હતી કારણ કે તે સમયે મને વધુ સમજણ નહોતી. ત્યારબાદ તેણે અમને ટ્રેન દ્વારા સેટ પર મોકલ્યો. ‘જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે હું હીરોનો મિત્ર નથી પણ સાઈડ કલાકાર છું. તેણે મને તેના વિશે પહેલા કશું કહ્યું નહોતું. આ પછી, જ્યારે શૂટિંગ ચાલતું હતું, ત્યારે તે માત્ર સાઈડ કલાકાર તરીકે કામ કરતો રહ્યો પરંતુ તેણે વિચાર્યું કે આનાથી તેને એક પ્રકારનો અનુભવ મળશે. પછી એક દિવસ સેટ પર જમવાનું પહોંચ્યું તો ખરી પણ તેમને પેઇન્ટ કેનના બોકસમા જમવાનું મળ્યું. તે ડબ્બાની બહાર પેઇન્ટની બ્રાન્ડનું નામ પણ લખાયેલું હતું. આ જોઈને, બધા જ રડવા લાગ્યા અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. તમને જણાવી દઈએ કે વરુણ જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ સાથે ટૂંક સમયમાં ‘રૂહી અફઝા’ ના નામની ફિલ્મમાં જોવા મળશે.