મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી
મોરબી : શ્રાવણ વદ ચોથને આજે રવિવાર તા. 3 ના દિવસે બોળચોથ છે. બોળ ચોથને “બહુલા” ચોથ પણ કહેવાય છે. બોળચોથ એ ગાયની સેવા પુજા માટેનો ઉત્તમ દિવસ છે. ગૌસેવા એજ પ્રભુસેવા ગાયમાં ત્રેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાયની સેવા કરવાથી તમામ ભગવાનની પુજા થઈ જાય તેમ માનવામા આવે છે. ત્યારે બોળચોથ નિમિત્તે મોરબીમાં ઠેરઠેર ગાય-વાછરડાનું પુજન કરવામાં આવ્યું હતું.
ગૌસેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે અને ભાગ્યોદય થાય છે. બોળચોથના દિવસે ગાયને ઝુલ-ઘંટડી અને ફુલહારના શણગારથી ગાયોને ધાસ નાખવું ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ ગૌસેવા માટે પ્રેરણા આપવી આ દિવસે ગાય વાછરડાનું સાથે પુજન કરવું બોળ ચોથના દિવસે ખાડવું નહિ, દળવું નહિ, છરી ચપ્પુંનો રસોઈમાં ઉપયોગ ન કરવો. તે ઉપરાંત ઘઉનો પણ આ દિવસે રસોઈમાં ઉપયોગ ન કરવો.પહેલાના જમાનામાં એક પણ ઘર ગાય વગર ન હતું અને બળદ વગરનું ઘર ખેડુતનું ન હતું. જેની પાસે વધારે ગાયો હતી તે વધારે ધનવાન ગણાતા અને સવારમાં સૌપ્રથમ ગૌસેવા થતી હતી. પુરાણોમાં જોઈએ તો ઋતીમુનીઓ અને રાજાઓ પણ ગાયો રાખી તેનું પુજન અર્ચન કરતા. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગૌસેવા કરેલી ગૌસેવા એજ પ્રભુસેવા ગણાય છે.
બોળચોથ વ્રત અંતર્ગત મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી સહિત સહેરના વિવિધ વિસ્તારો અને
સોસાયટીની બહેનોએ ગાય માતાનું પૂજન કર્યું હતું.
મોરબી: છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સૌથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ રવિવારે રામ નવમી અને પુષ્યનક્ષત્રનું ઉત્તમ સંયોજન છે માટે આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 06-04-2025 રવિવારે સવારે 10 થી 01 અને સાંજે 04 થી 06 શ્રી સોરઠીયા...
હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલ તથા સેન્ટર પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાંથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ હોન્ડા કંપનીનું લીવો બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ હળવદના સરા રોડ આનંદપાર્ક -૨ નાલંદા...
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની બાજુમાં વિકાસ શોપિંગમા સેન્ટરમા બીજા માળે સન્મુન સ્પા મસાજ પાર્લરમા કામ કરતી મહિલાની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં ન આપતા સ્પા સંચાલક સામે ગુન્હો નોંધી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અનુસંધાને સીટી બી ડિવિઝન...