મોરબીની બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
મોરબી રવાપર રોડ કેનાલ પર સરદાર સોસાયટીમાં આવેલ બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં આત્મ નિર્ભર ભારત,Dance with Drama. Shivaji વિશે બાળકો દ્વારા માહિતી અને આગામી 22 જાન્યુઆરીના રોજ 500 વર્ષમાં સંઘર્ષ બાદ પોતાના નિજ મંદિરે રામલલ્લા પધારી રહ્યા હોય,નૃત્ય રામાયણ, મમ્મી સાથે દીકરીઓને Army માટે પ્રોત્સહિત કરતો Dance with drama.ગણપતિ વંદના,જૂના હિંદી ગીત ઉપરનો Dance Punjabi Dance. Mother daughter Dance Only mother,Son and Mother. તેમજ સ્કૂલના તમામ શિક્ષિકા બહેનો અને પ્રિ સ્કૂલના સંચાલક નિમિષાબેન ભીમાણીએ રજૂ કરેલ કુછ કર દિખાના હૈ ‘ ગીત ઉપર પ્રેરણાદાયી અભિનય ગીત, બાળકોના વાલીઓને દરેક કાર્યક્રમના અંતે અવનવા પ્રશ્નો અને જવાબ સાથે ગિફ્ટ અર્પણનો કાર્યક્રમ રાખેલ હોય,બ્લોસમ પ્રિ સ્કૂલના તમામ બાળકો,વાલીઓ, તમામ ટિચર્સ અને સંચાલકોએ ખુબજ આનંદ અને મોજ કરી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુસુમબેન પરમાર,બચુભાઈ અમૃતિયા મંત્રી તાલુકા ભાજપ, પૂર્વ ઉપપ્રમુખ મોરબી નગરપાલિકા જયરાજસિંહ જાડેજા,સુરેશભાઈ સિહરોયા,ગિરિરાજસિંહ, બળવંતભાઈ સનાળિયા,કે.કે.પરમાર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઈ ભીમાણી તેમજ નિમિષાબેન ભિમાણી અને સ્કુલના સમગ્ર સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.