કાળા પથ્થરના કાળા કારોબારની કાળી કરતૂત, મોરબીમાં પ્રશાસને શરમ જ નેવે મૂકી દીધી
હમણાં મોરબીમા તંત્ર જેવું કઈ હોઈ નહિ એવી રીતે જમીન માફિયા ખનિજ માફિયા અને આવારા તત્વોએ પ્રસાશન ઉપર જાણે ગેંગરેપ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
હમણાં જ રવાપર નદી ગામે ખનીજ સ્કોડ દ્વારા દરોડા પાડ્યા હતા જ્યાં ૩ હિટાચી મશિન અને ૮ ડમ્પર સાથે કરોડોની ખનીજ ચોરી પકડાઈ હતી જેની માપણીની કામગીરી હજુ ચાલુ છે.
મોરબીના ધરમપુર ટીંબડી ગામે ગામ લોકો દ્વારા હજાર વાર કલેક્ટરને ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનનની ફરિયાદ કરી હતી પરંતુ બાટલી અને બબલીના શોખીન અધિકારી જાણે આવા ખનીજ ચોરોથી દબાયેલ હોઈ તેમ ધૃતરાષ્ટ્ર બની જાય છે.
જેથી ના છૂટકે ગામ લોકો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને હાઈકોર્ટ આદેશ છતા પણ અધિકારીઓ કોઈ દાદ ન દેતા અરજદારે હાઈકોર્ટમાં કોર્ટ ઓફ કોન્ટોમ દાખલ કરી ત્યારે માંડ તંત્ર દ્વારા કાર્યવાહી કરી હતી.
જેમાં ધરમપુરના અરજદારની કોર્ટ ઓફ કોન્ટોમના ઓર્ડર R SCA/10617/2023 થી ખનીજ વિભાગ દ્વારા ક્રિષ્ના સ્ટોન નીલ ઠક્કર (રાધે) ના લીઝ ની માપણી કરી હતી જેમાં હાઈકોર્ટ આદેશ મુજબ અરજદારને પણ સાથે રાખ્યા હતા.
લીઝની માપણી કરતા સરકાર દ્વારા ફાળવેલ લીઝથી અનેક ગણું ખોદકામ થયું હતું જેમાં ખનીજ વિભાગ દ્વારા ૧૫,૪૨, ૫૫૦૦૪ નો દંડ આપ્યો હતો તથા ત્યાં અમુક જગ્યામાં પાણી ભરેલું હતું જેની માપણી પાણીના નિકાલ બાદ કરવાની હતી જો તે માપણી થઈ હોય તો આ દંડ ૪૦ કરોડ થી વધુ થાય એમ હતો પરંતુ અધિકારીની મીઠી નજર થી આ દંડ ઉપર ટાઈમ પરી સ્ટે લઈ આવ્યા જેને પણ આજે વર્ષો થઈ ગયા.
હજી પાણી ભરેલા ભાગની માપણી બાકી છે તેમ છતાં તંત્રની આબરૂ કાઢી ત્યાં ગેરકાયદેસર માઈનિંગ ચાલુ થઈ ગયું
આવા ખનીજ માફીયાઓ સરકાર ની તિજોરી ઉપર પંજો મારે છે રિયલ્ટીની આવકની કરોડોની ચોરી કરે છે જેનું પરિણામ આમ નાગરિકોએ પેશાબ કરવાના ૫ રૂપિયા અને હેલ્મેટના દંડ ભરી ને ચૂકવવું પડે છે.
તંત્ર કામગીરી દેખાડવા સામાન્ય માણસની બે પાંચ લાખની ચોરીમાં પોલીસ ફરિયાદ કરે છે પરંતુ આવા કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરતા ખનીજ માફિયા સામે ભીગી બિલ્લી બની જાય છે.
જો મોરબી કલેક્ટર શ્રી આવા ખનિજ માફિયા પાસે દંડ વસૂલવા સરકારના કાયદા વિભાગને જાણ નહીં કરે તો આમ લોકો દ્વારા નામદાર હાઈકોર્ટમાં અરજી કરશે જેના માંથી ઉદભાવતો ખર્ચ તંત્ર માથે રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.