કોલસાના કાળા કારોબારમાં ભાજપનાં નેતાઓનો હાથ?
મોરબીમાં ગત મોડી રાત્રીનાં ત્રણ વાગ્યે ગુંગણ નજીક કોલસાના કાળા કારોબાર પર SMC ત્રાટકી છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે.
ગુંગણ નજીક કોલસાના વેપારીને ત્યાં પડેલી આ રેડ ની હજુ કોઈ ઓફિસિયલી માહિતી મળી નથી કોણ માલિક છે પરંતુ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ મોરબી ભાજપના આગેવાનો અને માળિયા તાલુકાનાં નેતા નાં પુત્રની પણ સંડોવણી હોવાની માહિતી મળી રહી છે.
આ કોલસાના કાળા કારોબાર સાથે જે ભાજપના આગેવાનો જોડાયેલા છે તેમને ત્યાં SMC ની ટીમ ત્રાટકી છે તેવી વાતો હાલ મોરબીમાં વહેતી થઈ છે અને તે વાતો ને સાચી માનીએ તો આ તપાસ માં ઘણા બધા ગોરખ ધંધા ખુલ્લા પડે તેમ છે આ લોકોએ ટીંબડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડે રાખી હોઈ તેવી પણ માહિતી મળી છે.
પરંતુ કંઈ પ્રકારે કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો ચોરી કરવામાં આવતી હતી કે મિક્ષિગ કરવામાં આવતું હતું કે પેટકોક વેચતા હતા કે કેમ આ બધું તો રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકતો સામે આવી શકે તેમ છે.