મોરબી મદીના પેલેસ નજીક મકાન પાસે બિયરના ૯૬ ટીન સાથે એક ઇસમ પકડાયો
મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મદીના પેલેસ સામે આવેલ ખંઢેર મકાનની બાજુમાંથી બિયરના ૯૬ ટીન સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે મદીના પેલેસ સામે રહેતા મુસ્તાક ઉર્ફે મુસો કટીયા પોતાના રહેણાંક પાસે આવેલ ખંઢેર મકાનની દીવાલની બાજુમાં દારૂની હેરાફેરી કરે છે, જેથી તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી મુસ્તાકભાઈ ઉર્ફે મુસો જુસબભાઈ કટીયા ઉવ.૨૬ રહે.અયોધ્યાપુરી મેઈન રોડ મદીના પેલેસ સામે વાળો કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૯૬ ટીન કિ.રૂ.૯,૬૦૦/- સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની સ્થળ ઉપરથી અટકાયત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.