બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા
જિલ્લા વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાના સહ્યોગથી આશ્રય સ્થાનો ઉભા કરાયા
મોરબી: મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે જિલ્લા વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી આશ્રય સ્થાનો ઉભા કરવામાં આવ્યા છે.
જેમા સજનપર ગામમાં સજનપર પ્રાથમિક શાળા , આંગણવાડી અને પી.એચ.સી. હડમતીયા ગામમાં હડમતીયા કુમાર શાળા, હડમતીયા કન્યા શાળા અને ગ્રામ પંચાયત કચેરી વગેરે. સખપર ગામમાં કોમ્યુનીટી હોલ. નેકનામ ગામમાં નેકનામ કુમાર શાળા. હમીરપર ગામમાં હમીરપર પ્રાથમિક શાળા. હિરાપર ગામમાં હિરાપર પ્રાથમિક શાળા. સરાયા ગામમાં સરાયા પ્રાથમિક શાળા. સાવડી ગામમાં સાવડી પ્રાથમિક શાળા. સાવડી(જયનગર)માં સાવડી (જયનગર) પ્રાથમિક શાળા. નેસડા સુરજીમાં નેસડા સુરજી પ્રાથમિક શાળા. ટંકારામાં ટંકારા કુમાર શાળા, ગાયત્રી નગર પ્રાથમિક શાળા, આંબેડકર ભવન ટંકારા અને એમ.પી.દોશી વિધાલય ટંકારા. નાન ખીજડીયા ગામમાં નાના ખીજડીયા પ્રાથમિક શાળા. હરબટીયાળી ગામમાં હરબટીયાળી પ્રાથમિક/માધ્યમિક શાળા. લખધીરગઢમાં સમાજવાડી અને લખધીરગઢ પ્રાથમિક શાળા. રાજવડમાં રાજવડ પ્રાથમિક શાળા રાજાવડ (ધૃવનગર)માં રાજાવડ (ધૃવનગર) પ્રાથમિક શાળા. કલ્યાણપરમાં કલ્યાણપર પ્રાથમિક શાળાનું મકાન અને પ્રભુચરણ આશ્રમ. મિતાણામાં કોમ્યુનીટી હોલ (જુના ગામમાં). મિતાણા(પ્રભુનગર ) માં સામુહીક હોલ. ટોળમાં શક્તિ માતાજીનું મંદિર. ધુનડા ખાનપરમાં ધુનડા ખાનપર પ્રાથમિક શાળા અને સમાજવાડી. ભુતકોટડામાં ભુતકોટડા પ્રાથમિક શાળા. ભુતકોટડા(હરીપર)માં પટેલ સમાજવાડી. છતરમાં છતર પ્રાથમિક શાળા. વાછકપરમાં વાછકપર પ્રાથમિક શાળા. લજાઈમાં લજાઈ કન્યા તાલુકા શાળા. વિરપરમાં વિરપર પ્રાથમિક શાળા. જબલપુરમાં જબલપુર પ્રાથમિક શાળા. જીવાપર (ટંકારા)માં રાજીવ ગાંધી હોલ. અમરાપરમાં અમરાપર પ્રાથમિક શાળા. મોટા ખીજડીયામાં કોમ્યુનીટી હોલ. દેવળીયામાં દેવળીયા પ્રાથમિક શાળા, આંગણવાડી, કોમ્યુનીટી હોલ. ઓટાળામાં ઓટાળા પ્રાથમિક શાળા, આંગણવાડી, આંબેડકર હોલ અને પી.એચ.સી. મેધપર ઝાલામાં મેધપર ઝાલા પ્રાથમિક શાળા. વાધગઢમાં વાધગઢ પ્રાથમિક શાળા. નશીતપરમાં નશીતપર પ્રાથમિક શાળા. જોધપર ઝાલામાં જોધપર ઝાલા પ્રાથમિક શાળા, કોમ્યુનીટી હોલ. રોહીશાળામાં રોહીશાળા પ્રાથમિક શાળા, સમાજવાડી અને પંચાયત કચેરી. ઉમીયાનગરમાં ઉમીયાનગર પ્રાથમિક શાળા. વિરવાવમાં વિરવાવ પ્રાથમિક શાળા. શક્તિનગરમાં શક્તિનગર પ્રાથમિક શાળા. આંબેડકર નગરમાં આંબેડકર નગર પ્રાથમિક શાળા. નેસડા ખાનપરમાં પટેલ સમાજવાડી. ગણેશપરમાં ગણેશપર પ્રાથમિક શાળા. ધોલીયામાં ધોલીયા પ્રાથમિક શાળા. હિરાપરમાં પટેલ સમાજવાડી. બંગાવડીમાં બંગાવડી હાઈસ્કૂલ/પ્રાથમિક શાળા. ખાખરામાં ખાખરા પ્રાથમિક શાળા વગેરે.
આ તમામ આશ્રય સ્થાને જિલ્લા વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી તમામ સગવડતા ઉભી કરવામાં આવી છે.