મોરબીની બિલિયા શાળાનું સ્તુત્ય પગલું રજાઓના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસ
સામાન્ય રીતે શૈક્ષણિક પ્રવાસોનું આયોજન ચાલુ શૈક્ષણિક દિવસોમાં થતું હોય છે પણ બિલિયા શાળાએ રજાઓમાં પ્રવાસનું આયોજન કરી નવો રાહ ચીંધ્યો
મોરબીના બિલિયા શાળાની વિદ્યાર્થીઓઓએ અભ્યાસક્રમમાં આવતા સ્થળોનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું
મોરબીની સરકારી શાળાઓ અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે બિલિયા પ્રાથમિક શાળામાં વધુ એક પ્રવૃત્તિ યોજવામાં આવી, વિદ્યાર્થીઓ વાંચેલું ભુલી જતા હોય છે, જોયેલું સમજાઈ જતું હોય છે પણ જાતે કરેલું જાતે હરહંમેશ યાદ રહી જાય છે એવા હેતુ સાથે બિલિયા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે અત્રે યાદ રહે કે પ્રવાસનું આયોજન સામાન્ય રીતે ચાલુ શૈક્ષણિક દિવસોમાં થતું હોય છે પણ બિલિયા શાળાના શિક્ષકોએ ચાલુ દિવસોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડે નહીં એવા શુભાષય સાથે હાલ મોરબી તાલુકામાં મહર્ષિ દયાનંદની 200 મી જન્મ જ્યંતીની ઉજવણીના ઉપક્રમે રજાઓ જાહેર કરેલ હોય રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા સ્થળોનું પ્રત્યક્ષ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ગીરનાર, ઉપરકોટનો કિલ્લો, અડચડી વાવ,નવઘણ કૂવો, પ્રાણી સંગ્રાહાલય,કાગવડ,જલારામ મંદિર વીરપુર વગેરે સ્થળોની મુલાકાત કરાવી,ઇતિહાસ વિષયમાં આવતા ઐતિહાસિક સ્થળોની વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મુલાકાત કરાવી હતી.તમામ સ્થળોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ ખુબજ રોમાંચિત થયા હતા,આનંદિત થઈ હતા શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા કિરણભાઈ કાચરોલા પ્રિન્સિપાલ, તેમજ તમામ શિક્ષકગણે ખુબજ જહેમત ઉઠાવી હતી.