ને.હા. રોડ ઉપર બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનાર છ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી મોરબી પોલીસ
મોરબી: હળવદ-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોના સોશીયલ મીડીયામાં વિડીયો વાયરલ થયેલ હોય જેથી તાત્કાલીક અસરથી જોખમી સ્ટંટ કરનાર છ ઇસમોને પકડી પાડી મોરબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં હળવદ/વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોના વીડીયા સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હોય જે ઇસમોની માહીતી મેળવી તાત્કાલીક પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટર હળવદ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર હળવદ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાંકાનેર તાલુકા નાઓએ તેઓના સર્વેલન્સ સ્ટાફના માણસોને સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ વીડીયો અંગેની માહીતી મેળવવા અને જોખમી સ્ટંટ કરનાર ઇસમોને તાત્કાલીક પકડી પાડવા અંગેની કાર્યવાહી હાથ ધરતા ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં Raider-king-09 નામની આઇ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલ વીડીયોમાં મોટર સાયકલ ઉપર નેશનલ હાઇવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમો જોવા મળતા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ-૦૪ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ-૦૨ એમ કુલ-૦૬ ઇસમોને અર્જુનભાઇ કાનજીભાઇ ગોયલ ઉ.વ. ૧૯ રહે. હળવદ, ગોપાલભાઇ રાજુભાઇ પનારા ઉ.વ. ૨૨ રહે. હળવદ, અર્જુનભાઇ બળદેવભાઇ સડલીયા ઉ.વ. ૧૯ રહે. હળવદ, મહેશભાઇ ઘનશ્યામભાઇ ગેડાણી ઉ.વ. ૧૯ રહે. હળવદ, સચીનભાઇ ભગવાનજીભાઇ જાદવ રહે. વાંકાનેર દિગ્વીજયનગર જી.મોરબીવાળાને તાત્કાલીક અસરથી પકડી પાડી તેઓ વિરૂધ્ધ હળવદ/વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.