Thursday, January 16, 2025

હળવદ શહેરમાં બાઈક અથડાવા બાબતનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ શહેરમાં એક્ટીવા સાથે બાઈક અથડાતાં તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે ફટકાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં ધાંગધ્રા દરવાજા પાસે, રાવલફળીમા રહેતા કીશનભાઈ ઉર્ફે કાળુ પ્રવિણભાઈ બાબરીયા (ઉ.વ.૨૪) એ આરોપી અનીલભાઈ ધીરજભાઈ દલવાડી, વિપુલભાઈ ધિરજભાઈ દલવાડી, બળદેવભાઈ મનજીભાઈ દલવાડી તથા ભરતભાઈ મનજીભાઈ દલવાડી રહે. બધા ખારીવાડી, હનુમાનજીના મંદિર પાસે હળવદ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદીની એક્ટીવા સાથે આરોપી અનિલનુ મોટરસાયકલ એક્સીડન્ટ થતા આરોપીઓએ તે બાબતનું મનદુ:ખ રાખી ઉશેરાઇ જઇ ભુંડા ગાળો બોલી આરોપી અનિલે ફરીયાદીના જમણા પગે લોખંડનો પાઇપ મારી તથા આરોપી વિપુલે ફરીયાદીને માથાના ભાગે ડાબી બાજુ લોખંડની ટામી મારી તથા આરોપી બળદેવભાઇએ ફરીયાદીને લોખંડના પાઇપ વડે મૂઢ મારી તથા આરોપી ભરતભાઇ ફરીયાદીને પકડી રાખી એકબીજાને મદદગારી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર કીશનભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર