મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
તા: ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ મંગલમય પ્રસંગે અજંતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે નકલંક ધામ ના મહંતશ્રી દામજી ભગત, શ્રી પ્રભુ ચરણદાશજી, વસંતભાઈ ભાલોડીયા, પોપટભાઈ કગથળા, હીરાભાઈ ફેફર, અરવિંદભાઈ બારૈયા જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે શ્રી જયસુખભાઇ એ બ્લડ ડોનેટ કર્યું અને ઉપસ્થિત સર્વ ગ્રામજનોને વધુને વધુ બ્લડ ડોનેટ કરવા માટેની વિનમ્ર અપીલ કરી હતી તેમજ બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને શુભેચ્છા મોમેન્ટો આપવાની પણ જાહેરાત કરી હતી જેથી વધુ માં વધુ લોકો ને બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા મળે.

મોટા ખીજડીયા ગામના દરેક કાર્યકરોએ જયસુખભાઇ ની ઉપસ્થિતિને હૃદય પૂર્વક આભાર માનીને બિરદાવી હતી તેમજ હર હંમેશ સાથ અને સહકાર બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો….

