Friday, November 22, 2024

ઇક્વેટોરિયલ ગિનીમાં મોટો વિસ્ફોટો: બાટામાં વિસ્ફોટથી મ્રુત લોકોની સંખ્યા 98 થઈ, રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીના બાટા શહેરમાં વિસ્ફોટથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 98 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ ઘટનાના 48 કલાક બાદ પણ કાટમાળમાં મૃતદેહોની શોધ ચાલુ છે. માર્યા ગયેલા લોકોની સંખ્યા હજી વધી શકે છે. મંત્રાલયે કહ્યું છે કે વિસ્ફોટમાં મૃત્યુઆંક પ્રારંભિક અંદાજ કરતા ત્રણ ગણો વધારે છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બાળકોને તૂટી ગયેલી કોંક્રીટ અને ધાતુના ઢગલા નીચેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ અહેવાલ મુજબ ચાદરમાં લપેટાયેલા મૃતદેહો રસ્તાની બાજુમાં પડેલા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, ઇક્વેટોરિયલ ગિનીના રાષ્ટ્રપતિ તિયોદોરા ઓબિયાંગ નગ્યુમે આ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટ માટે જવાબદાર લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.પ્રમુખ તિયોદોરાએ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે ડાયનામાઇટ સાથેના વ્યવહારમાં બેદરકારીને કારણે વિસ્ફોટ થયો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે બાટા શહેરમાં તમામ ઇમારતો અને મકાનોને બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમનો અંદાજ છે કે લગભગ 250,000 લોકોને આની અસર થઈ છે. ઇક્વેટોરિયલ ગિનીના આરોગ્ય મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું હતું કે વિસ્ફોટના પીડિતોની સારવાર માટે માનસિક ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિક અને નર્સ સાથે મળીને માનસિક આરોગ્ય બ્રિગેડ બનાવવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ નુકસાન ફક્ત શારીરિક અને આર્થિક જ નહીં, પણ માનસિક રીતે વિનાશક અસર પણ ધરાવે છે. દરમિયાન, અહીંની સરકારે મૃતદેહોની શોધ, બચાવ અને પુનર્નિર્માણમાં મદદ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને સહાયની હાકલ કરી છે. સ્પેનના વિદેશ પ્રધાન અરંચા ગોંજાલેઝ લાયાએ ટ્વિટર પર કહ્યું કે બાટામાં વિનાશક વિસ્ફોટો બાદ માનવતાવાદી સહાયના શિપમેન્ટ તત્કાળ રવાના કરવામાં આવશે. અન્ય ઘણા દેશો પણ તેમની મદદ માટે આગળ આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર