મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય – ગાંધીનગર દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા) લેવામાં આવી હતી.
જેમાં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ ડાંગર મંથન સુરેશભાઈ અને રાવા ઇસીતા મનજીભાઈ એ ઉત્કૃષ્ટ દેખાવ કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 ની કામચલાઉ મેરીટ યાદીમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ તકે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા એ વિદ્યાર્થીઓને અને તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.