Wednesday, September 25, 2024

ભય વગરનો ભ્રષ્ટાચાર: મોરબીના હાઇવેથી પીલુડી સુધી બની રહેલ રોડ પર ભ્રષ્ટાચારનું ગાબડું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નાલું બન્યાના 10 દિવસમાં તૂટી જતાં વિકાસનાં કામમાં ભ્રષ્ટાચારની ચાળી ખવાઈ રહી છે

મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી(વાઘપર) અંદાજે ચાર કિમિનો રોડ બની રહ્યો છે. આ રોડ ની હાઇવેથી શરૂઆતમાં જ એક નાનું પુલીયું 10 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હતું, આ બન્યાના 10 દિવસમાં તૂટી ગયું છે. ત્યારે આ નાલા બનાવવામાં સાવ હલકી ગુણવત્તા વારા મટીરીયલનો ઉપયોગ થયો હોય એવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

ત્યારે આ બનતો રોડ કેટલા દિવસ ટકશે તે પણ એક સવાલ છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ત્યાં મુલાકાત કરી અને યોગ્ય કામગીરી કરવાનું જણાવ્યું હતું તેના થોડા દિવસમાં જ આ નાલું તૂટી જતા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર