મોરબી: ભરતનગર નજીક નેશનલ હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું અને બે ઈજાગ્રસ્ત થાતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી – માળિયા નેશનલ હાઇવે ઉપર ભરતનગર નજીક કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવારને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ એક મહિલા અને એક બાળક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની તેમજ કન્ટેનર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હોવાની જાણકારી મળી રહી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)