Saturday, December 21, 2024

ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા દ્વારા ટંકારા ખાતે બલરામ જયંતિની ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા દ્વારા ટંકારાની લતીપર ચોકડી ખાતે તા.૦૯ સપ્ટેમ્બરના રોજ યજ્ઞ કરી બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 

જેમાં ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા સેલ અધ્યક્ષ જેલેશભાઈ કાલરીયા, પ્રતિનિધિ બાબુલાલ સિણોજીયા, નાથાલાલ પટેલ, આશિષ કગથળા પિયુષ કોરિંગા નાનજીભાઈ, મેરજા કાનાભાઈ ત્રિવેદી, મનસુખભાઇ દેત્રોજા, યોગીરાજસિંહ જાડેજા, ભુપતભાઇ કુકડીયા તેમજ ખેડૂતો દ્વારા બલરામ જયંતિ નિમિત્તે ટંકારામાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બાલારામ જયંતિ એટલે ખેડૂતોના પાલન હાર ભગવાન માનવામાં આવે છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ, મહિલાઓ આ દિવસે છઠ્ઠ માતા માટે વ્રત-ઉપવાસ કરે છે. આ વ્રત સંતાન સુખ, સ્વાસ્થ્ય અને સારા જીવનની કામના સાથે કરવામાં આવે છે. તેમજ ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતિ ઊજવવામાં આવે છે, તેને હળછઠ્ઠ પણ કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગજીએ બલરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો. જેથી બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતાં, જેના કારણે તેમને હલધર પણ કહેવામાં આવે છે. આ પર્વમાં બલરામ અને શ્રીકૃષ્ણનો વિશેષ અભિષેક કરવો જોઈએ. તેનાથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર