ભાજપના રાજમાં ન્યાય મળવો ખૂબ અઘરો: તેનું ઉત્તમ ઉદાહરણ ૬૦૨
તપાસ કોઈ પણ અધિકારીઓ કરે પણ આરોપીઓ ને પકડવામાં સરેઆમ નિષ્ફળ
કલેક્ટર જાહેર માં કહે છે કે સુશીલ પરમાર વિરુદ્ધ સરકાર માં આકરા પગલાં ભરવા ભલામણ કરી તો શું સરકાર ને પણ ભ્રષ્ટાચાર નિવારણ માં રસ નથી?
ગુજરાતમાં અનેક કૌભાંડો થયા છે પણ તેમાં મોટાભાગે પીડિતોને ન્યાય મળતો નથી.આવી જ એક ઘટના મોરબીમાં હાલમાં બની છે જેની તપાસ કેટલાય મહિનાઓ થી થાય છે પણ આજે પણ આરોપીઓ ખુલ્લેઆમ રખડી રહ્યા છે.
મોરબીમાં સર્વે નંબર 602 વાળી જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું જેથી કરીને જમીનના મૂળ માલિક દ્વારા અરજીઓ અને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ થોડા સમય સુધી તેની ફરિયાદ પણ લેવામાં ન આવી પરંતુ મીડિયામાં મુદ્દો આવતા અંતે બે વ્યક્તિઓ ઉપર જ ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ ફરિયાદીઓએ જે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અરજી કરી હતી તે તમામ લોકો પર ફરિયાદ ન કરી અને ફક્ત બે લોકો પર ફરિયાદ નોંધાવી છે.
ત્યારબાદ પોલીસ તપાસ કરવામાં આવી રહી હતી જેમાં મોરબીના ડીવાયએસપી ઝાલાને તપાસો આપવામાં આવી હતી તેમાં તપાસમાં ઘણું બધું સામે આવ્યું હોય તેવી ચર્ચાઓ થઈ હતી પરંતુ ત્યારબાદ થોડા સમયમાં જ તેમની પાસેથી તપાસ લઈ લેવામાં આવી અને અન્ય ડીવાયએસપી ને તપાસ સોંપી દેવામાં આવી તે ડીવાયએસપી દ્વારા કંઈ ખાસ તપાસ કરવામાં ન આવી હોય જેથી મોરબીના ધારાસભ્યોએ કલેક્ટર ઓફિસમાં કલેકટર ની હાજરીમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો અને મામલો ગરમાયો હતો જેથી ફરી તપાસ ડીવાયએસપી ઝાલા ને સોંપવામાં આવી. તેના દ્વારા કેટલીક તપાસો થઈ હોય તેમાં ઘણા બધા લોકોના નામ આવતા હોય તેથી તેનો પન્નો ટૂંકો પડતો હોય અને તેની તપાસમાં પણ એક પણ આરોપીની ધરપકડ કરવામાં ન આવી જેથી હાલ તપાસ cid પાસે ગઈ હોય ત્યારે છેલ્લા ઘણા મહિનાઓથી મોરબીમાં ૬૦૨ જમીન કૌભાંડ ના મુદ્દો ટોક ઓફ ધ ટાઉન છે અનેક તપાસ અધિકારીઓ તપાસ કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કૌભાંડીયો ને જાણે છુટ્ટો દોર હોય તેમ એક ધારાસભ્ય પણ આરોપીઓ ને બચાવવામાં લાગ્યા હોય તેવી ચર્ચાઓ પણ સંભળાઈ જેથી કૌભાંડી અધિકારી કે કોઈપણ કૌભાંડ આચારનાર ગુનેગારોને સજા તો દૂર રહી હજુ એક પણ આરોપીને પકડી પણ શક્યા નથી અને અમુકના નામ જોગ ફરિયાદો પણ તપાસ અધિકારીઓ લખી શક્યા નથી.
બાકી તપાસ ના નામે મોરબી કલેક્ટર હોય કે પોલીસ અધિકારીઓ તે નાટક કરતા હોય તેવું મોરબીના લોકો ને લાગી રહ્યું છે જો આવું ન હોય તો અત્યાર સુધીમાં સુશીલ પરમાર જેવા અધિકારીઓ અને શાંતાબેન પરમાર અને સાગર ફુલતરીયા જેવા કેટલાય લોકોના તપેલા ચડી ગયા હોય અને જેલ ભેગા થયા હોત.