ગુજરાત ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોનાં નામ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે
મોરબી જિલ્લા સહિતના પ્રમુખોનાં નામની જાહેરાત સાંજ સુધીમાં થવાની સૂત્રો પાસે થી માહિતી મળી રહી છે
તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખો જાહેર થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે
રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે યાદી આવી ગઈ છે, જેથી હવે ગમે તે ઘડીએ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોનાં નામ જાહેર થઈ જશે. શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 33 જિલ્લા પ્રમુખ અને આઠ શહેર પ્રમુખ મળી 41 જગ્યા માટે ત્રણસો ગણાથી વધુ એટલે કે 1300 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી.
ત્યારે હવે આજે ગમે તે ઘડીએ ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર થઈ શકે જેમાં જેઓ નિર્વિવાદિત અને પહેલી ટર્મ અને યુવા છે તેવા પ્રમુખો રીપીટ કરી શકે છે. અને જે પ્રમુખો વિવાદોથી ઘેરાયેલા છે તેમના નામની બાદબાકી કરવામાં આવી શકે છે.
મોરબી જિલ્લામાં પ્રમુખ પદને લઈ ને ભારે ખેંચતાણ ચાલી રહી છે જેમાં ઉમેદવારો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે તેનો આજે અંત આવી શકે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ ની જાહેરાત થવાની પૂરી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.