ભડીયાદ ગામે કારખાનાના કંમ્પાઉન્ડમા ચેસીસ અને ડમ્પર વચ્ચે દબાઈ જતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસે આવેલ અમ્રુલ મીનરલ કારખાનાના કંમ્પાઉન્ડમા અકસ્માતે હાઇડ્રોલીંગ નિચે પડી જતા ચેસીસ અને ડમ્પર વચ્ચે ડોકનો ભાગ દબાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દેવાણંદભાઇ રણમલભાઇ કુંભારવાડીયા ઉવ-૩૨ રહે લક્ષ્મીનારયણ સોસાયટી નવલખી રોડ મોરબી વાળા પોતાના ડમ્પરમા હાઇડ્રોલીકથી ઠાઠાનો ભાગ ઉચો કરી કોઇ કામ કરતા હતા ત્યારે અકસ્માતે હાઇડ્રોલીંગ નિચે પડી જતા ચેચીસ અને ડમ્પર વચ્ચે ડોકનો ભાગ દબાઇ જતા દેવાણંદભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.