Saturday, November 23, 2024

સાવધાન: બેંકને લગતા ડિજટલ કામ હમણાં જ પૂર્ણ કરો કારણ કે SBI અને HDFC ની આ સેવાઓ આજે રાત્રે બંધ રહેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જો તમે બેંક નું કોઈપણ કામ ડિજિટલ રીતે પૂર્ણ કરવા માંગો છો, તો આજે જ તેને પૂર્ણ કરો. તેનું કારણ એ છે કે આજે રાત્રે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) અને ખાનગી બેંક એચડીએફસી બેંકની ઘણી સેવાઓ ખોરવાઈ જશે. આ સંદર્ભમાં બેંકે તેના ગ્રાહકોને ચેતવણી જારી કરી છે. ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) જેવી સુવિધાનો લાભ લઈ શકશે નહીં. જાળવણીના કામને કારણે આમ કરવામાં આવી રહ્યું છે. ગયા મહિને પણ જાળવણી સંબંધિત કામોને કારણે યોનો, યોનો લાઇટ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) સહિતના એસબીઆઈના ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મને અસર થઈ હતી.

એસબીઆઈએ ટ્વીટ કરી માહિતી આપી.
એસબીઆઈએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “અમે 7 મે, 2021ના રોજ રાત્રે 10.15 વાગ્યાથી 8 મે, 2021ના રોજ મોડી રાત્રે 1.45 વાગ્યા સુધી જાળવણીનું કામ કરીશું. આ સમયગાળા દરમિયાન આઇએનબી, યોનો, યોનો લાઇટ, યુપીઆઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. અમે ગ્રાહકોને થતી અસુવિધાનો અફસોસ કરીએ છીએ અને તમને સહકાર આપવા વિનંતી કરીએ છીએ. ‘

એચડીએફસી બેંકની ચેતવણી
એચડીએફસીએ તેના ગ્રાહકોને ચેતવણી જારી કરી છે. બેંકે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે તેની નેટબેંકિંગ અને મોબાઇલ બેંકિંગ સેવાઓ ખોરવાઈ જશે. એક ઇ-મેઇલ સંદેશમાં બેંકે જણાવ્યું હતું કે, “કેટલીક નિર્ધારિત જાળવણી પ્રવૃત્તિઓને કારણે 8 મેના રોજ સવારે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નેટબેંકિંગ અને મોબાઇલ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. ‘

દેશમાં એસબીઆઈની 22,000થી વધુ શાખાઓ
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની 22,000થી વધુ શાખાઓ અને 57,889 એટીએમ છે. 31 ડિસેમ્બર, 2020ના રોજ ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 8.5 કરોડ અને 1.9 કરોડ છે, બેંકમાં યુપીઆઈનો ઉપયોગ કરનાર ગ્રાહકોની સંખ્યા ૧૩.૫ કરોડ છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર