મોરબી જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ હિનાબેન સદાતિયાનું સન્માન કર્યું
મોરબી:ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા અને લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે મતદારયાદી બનાવવા, નવા મતદારોના નામ ઉમેરવા તેમજ કમી કરવા,સ્થળાંતર થયેલાને એમના વિસ્તારમાં ઉમેરવા, ઓનલાઈન કરવા અપડેટ કરવા વગેરે કાર્યો કરવા માટે બુથ લેવલ ઓફિસર BLO ની નિમણુંક કરેલ હોય છે એ મુજબ ૬૫-મોરબી વિધાનસભા સીટ પર ૨૯૯ જેટલા બીએલઓ ની નિમણુંક કરેલ છે
જેમાં મોરબીની કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકા હિનાબેન ખોડાભાઈ સદાતીયાને વર્ષ ૨૦૨૩-દરમિયાનની બેનમૂન કામગીરીને ધ્યાનમાં લઈ ૬૫-મોરબીના 230 નંબર બુથના બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો જિલ્લાનો એવોર્ડ પ્રાપ્ત થતા કલેકટર જી.ટી.પંડ્યાએ રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે સન્માન પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.
હળવદ મોરબી હાઈવે રોડ ઉપર કડીયાણા ગામ નજીક ખોડલ રામદેવ હોટેલ પાસેથી ટ્રકમાં માટીના પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી...
હળવદ તાલુકા જુના દેવળીયા ગામે મહિલાના ઘર પાછળ આરોપી અવારનવાર આવતો હોય જેથી મહિલાના પતિએ આરોપીને પુછતા તું કેમ મારા ઘરની પાછળ આવે છે જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીઓએ મહિલાને તથા તેમના પતી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...
ટંકારા તાલુકાના જીવાપર ગામે આવેલ કંટાળાવાળા મેલડી માતાજીના મંદિર નજીક હળવદના ચરાડવા ગામના યુવકે સાથે આરોપીઓએ કાવતરું રચી યુવકના આરોપી મહિલા સાથે લગ્ન કરાવી આરોપીઓએ યુવક પાસેથી એક લાખ રૂપિયા પડાવી બીજા દિવસે આરોપી મહિલા યુવકના ઘરેથી જતી રહી બાદ બધા આરોપીઓને ફોન કરતા ફોન ન ઉપાડતા આરોપીઓએ છેતરપીંડી...