Friday, September 20, 2024

બેલા ગામે અજાણ્યા યુવકને ચોર સમજી સાત શખ્સોએ ઢોર માર માર્યો : યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના બેલા ગામની સીમમાં આવેલ મફત મીનરલ એલએલપી કારખાનામાં અજાણ્યા યુવકને ચોર સમજી સાત શખ્સોએ ઢોર માર મારતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામની સીમમાં આવેલ મફત મીનરલ એલએલપી કારખાનામાં ગત તા ૧૦ ના રોજ કોઇપણ વખતે એક અજાણ્યો માણસ આશરે ૩૦થી૩૫ વર્ષ વાળો કારખાનામાં ચોરી કરવા આવેલ હોવાનુ માની લઈ આરોપી રાજપાલસિંગ રામનાથસિંગ રાજપુત, રમેશ પ્યારજી સવંધીયા , હરીરામ મલમ રજક , મોહન ઉર્ફે છોટુ લક્ષમણ કુશવાહા (રહે. બધા બેલા સીમ, મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટરમાં) ,રવિ રમેશભાઇ કાવર (રહે. હરીઓમપાર્ક, ઘુટુ રોડ, મોરબી), વિનોદ ઉર્ફે વિકી કરશનભાઇ આમેસડા (રહે. હાલ-મકનસર તા.મોરબી મૂળ-માલગામ તા.કોડીનાર) તથા ગણપતભાઇ રતિલાલ કાવર (રહે. બેલા સીમ, મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટરમાં તા.જી.મોરબી) એ લાકડાના ધોકા જેવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી મરણ જનારને મારી નાખવાના ઇરાદે શરીરે લાકડાના ધોકા જેવા હથિયારથી તથા ઢીકાપાટુથી માર મારી ગંભીર ઈજા પહોંચતા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ -૩૦૨, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર