બેગ લેસ ડે કાર્યક્રમ અંતર્ગત મોરબીની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
મોરબીની પાનેલી શાળાના વિદ્યાર્થીઓએ ખાણીપીણીની વસ્તુઓનો આનંદ મેળામાં કર્યો વેપાર
મોરબી: સૌ ભણે સૌ આગળ વધે અને ભાર વિનાનું ભણતર જેવા ગુજરાત સરકારના અભિગમો અંતર્ગત ગુજરાતની સરકારી શાળાઓમાં બેગ લેસ ડે કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આવી જ એક આનંદ મેળોનો કાર્યક્રમ મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો.
જે અંતર્ગત બાળકો શાળાએ આવીને પોતપોતાની આવડત અનુસાર અલગ અલગ ખાવાની વાનગીઓ બનાવી અને પોતે જ અલગ અલગ સ્ટોલ બનાવીને તેનું વેચાણ કર્યું. આ કાર્યક્રમ થકી બાળકોના જીવનમાં વ્યવસાયિક ગુણો વિકસે એવા પ્રયત્નો કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય, તમામ શિક્ષકોએ તેમજ બાળકોએ ભારે જહેમત ઉઠાવી.