ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બાકીની 31 મેચો ક્યારે અને ક્યાં થશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. બીસીસીઆઈ પાસે ટુર્નામેન્ટની બાકીની મેચો યોજવા માટે ઘણા વિકલ્પો છે. આ દરમિયાન બીસીસીઆઇના વડા સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું છે કે આઇપીએલ-14ની બાકીની મેચો ભારતમાં રમાશે નહીં. તેમણે કહ્યું કે ટી-૨૦ લીગની બાકીની મેચો દેશમાં યોજાશે નહીં. જો કે તેમણે કહ્યું કે તે ક્યારે યોજાશે તે કહેવું વહેલું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે આઇપીએલ-14 મુલતવી રાખવામાં આવી છે. આ સિઝનમાં ૬૦માંથી ૨૯ મેચ થઈ છે. જો બાકીની મેચો નહીં રમાય તો બોર્ડને આશરે 2500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ૧૪ દિવસના ક્વોરેન્ટાઇનના કારણે ખેલાડીઓને અસુવિધા થાય છે. તેને સંભાળવું મુશ્કેલ છે. પરંતુ અત્યારે તે ક્યારે યોજાશે તે કહેવું મુશ્કેલ છે. જોકે ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને યુએઈ ટી-20 લીગની યજમાનની રેસમાં છે. બીસીસીઆઈના વડાએ કહ્યું હતું કે ગત સિઝનમાં દુબઈમાં આઇપીએલનું આયોજન કરવું એક પડકાર હતો. કોરોનાની બીજી લહેરને કારણે બધું જ બગડ્યું છે. તમે સમજી શકો છો કે ક્રિકેટનું આયોજન કરવું કેટલું મુશ્કેલ છે. સૌરવ ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે અમે બાયો-બબલ બનાવ્યું હતું અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. દેશમાં ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઓછા હતા. તેથી જ અમે મહિલા ક્રિકેટ, સયેદ મુસ્તાક અલી, વિજય હઝારે ટ્રોફી મેળવવામાં સફળ રહ્યા હતા. ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક શુમાર ગાંગુલીએ કહ્યું કે, અમે જુનિયર ક્રિકેટનું પણ આયોજન કરી રહ્યા હતા,પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે અમારી પાસે ઓછી તકો હતી. આને કારણે તે રદ કરવામાં આવી હતી.