Friday, September 20, 2024

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા તાલુકામાં બાગાયતી યોજનાઓ માટે માર્ગદર્શન આપવાના હેતુથી ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત શિબિરમાં મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્માના કર્મચારીઓ દ્રારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો વધુને વધુ લાભ ખેડૂતો કઇ રીતે લઈ શકે તે અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત, પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર