Sunday, January 12, 2025

મોરબીમાં હવે ઘોડા બળદ અને સાંઢીયા દોડશે, નગરપાલિકા નો નવો વેરો”વાહનકર”

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચક્રવાત નો આ લેખ વાચી તમને હસવું આવશે પછી એ ખબર નહિ પડે કે હસવું કે રોવું પણ.. તમે વાચી ને ગાળો ના કાઢતા એવી અપીલ છે…

ગુજરાત ની બીજા નંબરની સૌથી વધુ ગ્રાન્ટ લેતી પાલિકા એટલે મોરબી નગરપાલિકા,જેમાં ૨૦૦ કરોડથી વધુની ગ્રાન્ટ નંદિઘર, રોડ રસ્તા અને ગટરના નામે પાલિકાના ભ્રષ્ટ અઘિકારીઓ અને કાઉન્સિલરો ઓળવી ગયા તોય ઓડકાર ન ખાધો

હવે નગરપાલિકાની તિજોરી તળ્યા ઝાટક થઈ ગઈ છે. ૨૫ કરોડથી વધુનું લાઈટ બીલ બાકી છે જેથી લોકો પાસે ઉઘાડી લૂંટ કરવા પ્રજાને અંધારામાં રાખી એક ઠરાવ કર્યો છે જેમાં ૩૦ દિવસમાં વાંધા સૂચન મંગાવ્યા હતા પણ આ ઠરાવ લોકોના ધ્યાન માં ન આવે એનું બહુ ધ્યાન રાખ્યું હતું અને આ ઠરાવના સૂચન લેવાના હવે ફક્ત બે દિવસ બાકી છે

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપ વાળા અને. વહીવટદાર ખાચર દ્વારા તા ૨૧/૧૧/૨૦૨૪ ના રોજ ઠરાવ નં ૨૬૫૨ થી આખા ગુજરાત માં સૌપ્રથમ “વાહનકર” દાખલ કરવા ઠરાવ કર્યો છે જેમાં હવેથી નવા ખરીદી કરેલ વાહન અને વેચાણ દરમ્યાન ટુ વ્હીલ, થ્રી વ્હીલ અંને ફોર વ્હીલ પાસે તેની શો રૂમ કિંમત પર ૫ થી ૭% નગરપાલિકા વાહનકર વસુલશે

જેમાં બે વ્હીલ પાસે મૂળ કિંમત ઉપર 4% , થ્રી વ્હીલ પાસે 5% અને ફોર વ્હીલ વાહનો માટે તેની મૂળ શો રૂમ કિંમત ૧ લાખ થી ૭ લાખ સુધી હોઈ તેને ૫% લેખે અને શો રૂમ કિંમત ૧૫ લાખ થી વધુ હોઈ તેને ૭% લેખે દોઢ લાખ થી વધુ નો વાહનકર ભરવો પડશે

નગરપાલિકા નો આ વાહનકર ભર્યા પછી તેની પહોંચ જમાં કરાવ્યા બાદ જ નંબર પ્લેટ મળશે, નગર પાલિકા આ વાહનકર લોકો ને સારા રસ્તા પાર્કિંગ કે ટ્રાફિક નિવારણ માટે ઉઘરાવે છે કે ભ્રષ્ટાચાર નો ખાડો પૂરવા ?

મોરબી નગરપાલિકા એ તિજોરી ભરવા દેણા ના લાભાર્થે રામામંડળ, દાયરા કે સ્ટેજ શો કરાય પણ અંગ્રેજો ને સરમાવે એવા વીંછીના આકડા જેવા કરવેરા ના ઉઘરવા જોઈ

મોરબીના કાંતિ અમૃતિયા આ બાબતે વિડિયો મૂકી જાહેર કરશે કે અત્યાર સુધી માં કેટલા લોકો એ વાંધા સૂચન આપ્યા કે પછી સાંકડી શેરી માંથી બાયપાસ થઈ જશે..લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે અંધેરી નગરી માં ગડું રાજા ..

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર