આયુષ હોસ્પિટલનું આયુષ્ય પણ ભ્રષ્ટાચારના ભાર નીચે ?
ઓપરેશનના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ યોજનામાં ચાલતી ગેરરીતિ પકડવા કામે લાગી છે PMJAYની SAFU ( સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) ફક્ત બે દિવસમાં ૫ થી વધુ હોસ્પિટલને લોહીનો વેપારમાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરી છે જેમાં લેબોરેટરીમાં ખોટા ટેસ્ટ કરી ખોટા ઓપરેશનથી કરોડો ગટગટાવી ગયા જેમ નિસ્કા હોસ્પિટલના ડૉ દીપેશ શાહ પાસે ૧૫ કરોડનો દંડ પણ વસુલ્યો પરંતુ આયુષ હોસ્પિટલ અંગે હજી કોઈ નિર્યણ લીધો નથી કે પછી ભ્રષ્ટાચારના બંદલ પગે બાંધી લીધા
મોરબીમાં પણ આયુષ હોસ્પિટલમાં PMJAY માંથી રૂપિયા કમાવા માટે ઓપરેશન ની સ્પીડ વંદે માતરમ્ ટ્રેન કરતાં પણ વધારે છે જે શંકા ઉપજાવે તેવી છે આવા શંકાસ્પદ આંકડા સામે આવતા મીડિયા મિત્રો દ્વારા આ અંગે સવાલ ઉઠાવતા હોસ્પિટલના ભાડૂતી માણશો એ ગાળાગાળી કરીને હુમલો કરેલ બાદ જિલ્લા પ્રશાસન દ્વારા તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી, પરંતુ કરોડો રૂપિયા ગટગટાવી ભ્રષ્ટાચારના બંડલોથી ડેમેજ કન્ટ્રોલ કરવા નીકળેલી આયુષ હોસ્પિટલનાં ડૉ અને માલિકોને કુદરતનો પણ ડર નથી.
PMJAY યોજના અંતર્ગત દરેક સારવારના દર નક્કી હોઈ જેથી નોર્મલ ડિલિવરીનો ચાર્જ સામાન્ય હોવાથી તાજા જન્મેલા નિર્દોષ બાળકો જેની આંખો પણ ખુલી નથી તેને જરૂર ન હોવા છતાં માતાથી અલગ કરી પેટી માં રાખી પૈસાની પેટીઓ ભરી જેવા આક્ષેપો થઈ રહ્યા છે આયુષ હોસ્પિટલ નો ભ્રષ્ટાચાર Bz ના ૬૦૦૦ કરોડના કોભાંડ જેવો છે જેમાં પીડિતો રજુઆત કરે પણ કેમેરા કે તંત્ર સામે આવતા નથી.
આયુષ હોસ્પિટલ પાસે PMJAY યોજના હેઠળ સરકાર લઈ ગયેલ દર્દીની નામ સાથે ની યાદી માંગતા ડેટા ખાનગી હોઈ જે ના આપી શકાય તેવા જવાબો ક્યાંક પાપ છુપાવી રહ્યા છે, દાળમાં કંઇક કાળું નથી પરંતુ આખી દાળ જ કાળી હોઈ તેવું લાગી રહ્યું છે આયુષ હોસ્પિટલનો ઓપરેશન ના ચોંકાવનારા આંકડામાં અનેક લોકો છેતરાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
આયુષ હોસ્પિટલના શંકાસ્પદ આંકડાના ૩ દિવસ બાદ પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી સાર્વજનિક કરાઈ નથી તો શું આયુષ હોસ્પિટલના આ આંકડામાં સરકાર લોહીનો ભ્રષ્ટાચાર કરશે કે પછી આરોગ્યધામ માં લોકોના વિશ્વાસને કેળવવા દાખલા રૂપ કાર્યવાહી કરશે મોરબી આરોગ્ય અધિકારી ખરેખર ધૃતરાષ્ટ્ર છે કે પસી ભ્રષ્ટાચારના ભાર થી ગાંધારી જેમ આંખે પટ્ટી બાંધી છે.
ચક્રવાત ટૂક સમયમાં આશા વર્કર અને રોડ અકસ્માત યોજનામાં આયુષ હોસ્પિટલની કમિશન ગોઠવણી નો પર્દાફાશ કરશે.