અયોધ્યામાં રમલલ્લાના બિરાજમાન પછી મોરબીમાં પહેલી વાર દિવાળી ફટાકડા વિનાની મનાવાશે ?
હવે બાકસ માટે પાનના ગલ્લા અને કરિયાણા વાળાઓએ પણ ફાયર NOC લેવું પડશે??
ગુજરાત સરકારના નેતાઓ અને અધિકારીઓ જાણે કે એકબીજાને ભરી પીવા ઉતરી આવ્યા હોઈ એમ સરકાર કંઈ અલગ જ કહે અને અધિકારી પણ કહી અલગ નવરાત્રીમાં અધિકારીઓ દ્વારા ચોક્કસ મુદ્દાઓની ગાઇડલાઇન્સ બનાવી હતી અને નેતાઓએ ગરબા મોડે સુધી ચાલુ રહેશેના રાગડા અલાપ્યા છે.
આવું જ કઈક ફટાકડાની પરમિશનને લઈને થયું છે દર દિવાળીએ ફટાકડાના વિતરણ માટે સ્ટોલ થતાં હોઈ છે જેમાં અમુક તો ગૌ સેવાને લાભાર્થે પણ સ્ટોર કરતા હોઈ છે પરંતુ હાલ આ સ્ટોલ વાળાને મંજુરી મળી રહી નથી દર વખતની જેમ હવે અધિકારી જાણે ધરાઈ ચૂક્યા હોય એમ નિયમોનો પોટલો ખાલી કરવા લાગ્યા કે ફાયર NOC વિના મંજૂરી નહિ મળે
સમાન્ય ફટાકડા સ્ટોલ વાળો જાહેર જગ્યા પર સ્ટોલ કે લારી રાખીને દિવાળીના રોશનીના તહેવારમાં ભાગીદાર બની પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે જેને ફાયર NOC મળી શકે નહિ એ સૌ જાણે છે
ફાયર NOC ફકત મેનુફેક્ચરિંગ વાળા લોકોએ જ લેવાનું હોઈ છે સામાન્ય સ્ટોલ વાળા તો ફક્ત પેકેજ માલ જ વેચવાનો હોઈ છે જે રીતે ચૂલો સળગાવવાની માચીસ જેમાં મેનુ ફેક્ચર દ્વારા જ ફાયર NOC લેવામાં આવી હોઈ છે જે કરિયાણા કે અન્યને લાગુ પડતી નથી
ચૂલો સળગાવવાની માચીસ પણ ફટાકડા કેટેગરીની આઇટમ છે તો સુ દરેક પાન વાળા કે કરિયાણા વાળાને ફાયર NOC લેવાની? આ બાબતે સરકાર દ્વારા પણ યોગ્ય કરવાની જરૂર છે કેમ કે દિવાળીએ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે જે રોશનીનો તહેવાર છે જેમાં ફટાકડા વિના આખી રાત અંધકારમય લાગે
રાજકોટ અને અન્ય જીલ્લાઓમાં હાલ ફટાકડા સ્ટોલ કાર્યરત પણ થઈ ગયા પણ મોરબીમાં કઈક ઉલ્ટી જ ગંગા વહે છે. દિવાળીના તહેવારમાં નાના નાના સ્ટોલ ધારકોને હેરાન ન કરવામાં આવે અને શાંતિથી વેપાર કરવા દેવામાં આવે તેવી આશા સાથે આ સમાચાર લખવામાં આવ્યા છે.