૯મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ વિદ્યાલય-ટંકારા ખાતે યોજાનાર પ્રખરતા શોધ કસોટી એમ.પી.દોશી સ્કુલ-ટંકારા ખાતે યોજાશે
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી અન્વયે સ્થળમાં ફેરફર કરાયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ – ૯ ની પ્રખરતા શોધ કસોટી મોરબી જિલ્લામાં આગામી તા. ૦૯/૦૨/૨૦૨૪ના રોજ લેવાનાર છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકા માટે ફાળવેલ મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ટંકારા ખાતે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાનાર છે.
જેથી આ પરીક્ષા સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે જેથી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ટંકારા પરીક્ષા સ્થળને બદલે એમ.પી.દોશી સ્કુલ ટંકારા ખાતે પરીક્ષા યોજાશે અને આ કેન્દ્ર નં ૮૬૦૪ ના કેન્દ્ર સંચાલક એસ.બી. સોલંકી છે જેમનો મોબાઈલ નંબર 9824848391 છે જેની સબંધિત શાળાઓ તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ.મોતાની યાદીમાં જણાવાયું છે.