કેરળ રાજ્યમાં 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગો ફરીથી ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી કોરોનાને કારણે બંધ રહેલી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરવા માટે શાળા ફરી શરૂ કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ્સ માટે શાળાઓમાં આવી રહ્યા છે અને તમામ જરૂરી સૂચનો મુજબ વર્ગો ચલાવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, મલ્લપુરમની બે શાળાઓમાં 192 વિદ્યાર્થીઓ અને 72 કર્મચારીઓ કરોના પોઝિટિવ નોંધાયા છે. મારનચેરી હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓમાંના એક વિદ્યાર્થીમાં પ્રથમ કોરોનાના લક્ષણો દેખાય બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. . તે પછી તે શાળાના શિક્ષકો સહિતના વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકોએ કોરોનાનો ટેસ્ટ કરવ્યો હતો. પરીક્ષણ કરાયેલા 638 વિદ્યાર્થીઓમાંથી, 149 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. 51 કર્મચારીઓમાંથી 39 કોરોના પોઝિટિવ નોંધાયા છે. તે જ સમયે, અન્ય શાળામાં 43 વિદ્યાર્થીઓ અને 33 સ્ટાફના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બધા વર્ગ 10 ના વિદ્યાર્થીઓ છે, તેમને ક્વોરેન્ટાઇન ગાઇડલાઇન્સનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કે આ વર્ગોમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવી રહી હરિ. મોડેલ પરીક્ષા, પુનરાવર્તન, અને ડાઉટ ક્લિયરિંગના વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા. કેરળમાં પણ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ, ફક્ત તે જ વિદ્યાર્થીઓ ઓફલાઇન વર્ગો માટે શાળામાં આવી શકે છે જેમની પાસે માતાપિતા દ્વારા લખાયેલ પરવાનગી પત્ર છે. વિદ્યાર્થીઓ માતાપિતા ઇચ્છે તો જ શાળાએ જઇ શકશે, વિદ્યાર્થીઓને થર્મલ સ્ક્રિનિંગ પછી વર્ગખંડોમાં પ્રવેશવાની મંજૂરી છે. સાથે જ કોરોના ગાઇડલાઇન મુજબ કડક તેનું પાલન કરવાનું રહશે. જો કોઈ વિદ્યાર્થીનું તાપમાન વધારે જણાય તો તેને વર્ગમાં પ્રવેશ આપવામાં આવતો નથી.