આશ્રય ગૃહની સંચાલક સંસ્થા દ્વારા વિખૂટી પડેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવાયું
આજે વહેલી સવારે 4 વાગ્યે પોલીસ પેટ્રોલિંગ સ્ટાફ દ્વારા અજાણી મહિલા ભૂલી પડેલી સ્થિતિ માં નવલખી રોડ પર નજરે પડતા તેમને આશ્રયગૃહના નાઇટ સ્ટાફ સમક્ષ હાજર કરી હતી. પ્રાથમિક તપાસમાં તેમનું નામ હેતલબેન વિનોદભાઈ વોરા જણાવ્યું હતું અને તે તેમના પતિ સાથે કોઈ કામ થી સાંજે મોરબી આવવા નીકળી હતી અને કોઈ કારણસર વિખૂટી પડી જતા ભૂલી પડી હતી.
તેમણે ભૂખ લાગી હોય , એ સમયે નાસ્તો કરાવી ને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 181 ટીમ ને જાણ કરવામાં આવી હતી અને તેના દ્વારા કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જરૂર જણાતા સખી વન સ્ટોપ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેમના પતિ નો સંપર્ક કરી ત્યાંથી તેમની સાથે વિદાય આપવામાં આવી હતી.
આ રીતે સંચાલક ટીમ ના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગો ના સુચારૂ સંકલન દ્વારા ભૂલી પડેલી મહિલા ને તેમના પતિ સાથે મિલન કરાવી ને દંપતિ પર આવેલી ભયંકર સમસ્યા હલ કરવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ,ઓક્ટોમ્બર ૨૦૨૪ થી શરૂ થયેલા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેન બસેરા) ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકો ને આશ્રય સાથે ભોજન, આજીવિકા, હેલ્થ કેમ્પ સરકારી યોજનાઓના લાભો સહિતની સુવિધાઓ માનનીય કમિશનર સ્વપ્નિલ ખરે – IAS, ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા – GAS ના માર્ગદર્શન હેઠળ તથા મોરબી મહાનગરપાલિકા UCD વિભાગના સહકાર થી સંપૂર્ણ પણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લાભાર્થીઓ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ્યઉદ્યોગ કેળવણી સંસ્થા નો મો.નં.9726501810 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.