Sunday, September 22, 2024

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ૨૨નુ આયોજન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તા.૭ ઓક્ટોબરે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ‘૨૨ (નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ‘૨૨ ) “દુનિયા એક રંગમંચ છે. કલાકાર બનતાં નથી, જન્મે છે.” નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ગુજકોસ્ટ ગાંધીનગર ” પ્રેરિત “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત “રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ-૨૨ ( નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨) કે જેમાં મુખ્ય વિષય “માનવ જાતનાં લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” પેટા વિષય:-(૧) રસી ની વાર્તા (૨) રોગચાળો,સામાજીક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ (૩) જીવનની ગુણવત્તા સુધારવા માટે ટેકનોલોજી ઈનોવેશન (૪) મૂળભૂત વિજ્ઞાન અને સતત્ વિકાસ- વિષય ઉપર નાટ્ય મહોત્સવનું આયોજન કરેલ જેમાં મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો .

આ નાટ્ય મહોત્સવમાં શ્રી નવ જ્યોત & સરદાર પટેલ વિદ્યાલય ટંકારાની ટીમો જીલ્લાકક્ષાએ વિજેતા થયા છે તેઓની વિજેતા ટીમ હવે રાજ્યકક્ષાએ ભાગ લેવા ગાંધીનગર જશે. તેમજ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ બધી જ સ્કૂલનાં આચાર્ય સંચાલક, શિક્ષકમિત્રો તથા વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર