મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી સામે રોષ: સરકાર હવાલે કરવા સર્વ સંમતિથી ઠરાવ કરાયો
મોરબી: મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી યોગ્ય કામગીરી ન કરતા હોવાથી જીલ્લા પંચાયતના સદસ્યોએ રોષ ઠાલવી સર્વ સંમતિથી આરોગ્ય અધિકારી કવીતાબેનને સરકાર હસ્તે મુકવા ઠરાવ કરાયો.
મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમા મોરબી જિલ્લામાં થયેલ કામો અને આવનાર દિવસોમાં કરવામાં આવાના હોય તે કામોના પ્રશ્નનની છણાવટ કરવામાં આવી હતી તેમજ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામોની માહિતી મેળવવામા આવી હતી જેમાં મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેનની કામગીરી યોગ્ય ન જણાતાં જિલ્લા પંચાયતના સદસ્યોએ અધિકારી ઉપર રોષ ઠાલવ્યો હતો અને સર્વ સંમતિથી આરોગ્ય અધિકારીને સરકાર હસ્તે મુકવા ઠરાવ કરાયો હતો અને ઠરાવ પાસ થયા બાદ અધિકારીને સરકારમાં રજૂ કરવામાં આવશે.