ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અયોગએ મંગળવારે માહિતી આપી હતી કે દેશના જિઆંગસુ પ્રાંતમાં H10N3 બર્ડ ફ્લૂનો પ્રથમ માનવ સંક્ર્મણનો કેસ નોંધવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે H10N3 બર્ડ ફ્લૂનું સંક્ર્મણ પહેલી વાર મનુષ્યમાં જોવા મળ્યો છે. આ સંક્ર્મણ એક પુરુષમાં મળી આવ્યો છે. જિઆંગસુ પ્રાંતના ઝેનજિયાંગ શહેરમાં 41 વર્ષીય વ્યક્તિમાં આ બર્ડ ફ્લૂનો ચેપ જોવા મળ્યો છે. માનવામાં આવે છે કે મરઘાં પલાનથી આ બર્ડ ફ્લૂ ફેલાયો છે અને મોટા પાયે આ ફેલાવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું છે. આ માહિતી પંચની સત્તાવાર વેબસાઇટ પર લખેલા નિવેદનના આધારે પ્રકાશમાં આવી હતી. રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું હતું કે વિશ્વમાં અત્યાર સુધી H10N3 બર્ડ ફ્લૂના માનવ સંક્ર્મણનો કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પંચે માહિતી આપી હતી કે આ વ્યક્તિને ૨૮ એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વ્યક્તિમાં તાવ અને અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. એક મહિના પછી, 28 મેના રોજ, આ વ્યક્તિમાં H10N3 બર્ડ ફ્લૂના વાયરસની પુષ્ટિ મળી હતી. જોકે પંચનું કહેવું છે કે વાયરસનું જોખમ હજુ એટલું ઊંચું નથી. પીડિત શખ્સની હાલત હજી સામાન્ય છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તો આ બાજુ તે વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોમાં આ સંક્ર્મણ નોંધાયું નથી. તમને જણાવી દઈએ કે ચીનમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાના ઘણા સ્ટ્રેન મોજુદ છે અને તેમાંથી કેટલાક મનુષ્યને પણ સંક્ર્મણ કરી ચુક્યા છે.