Friday, April 4, 2025

કપિલ શર્માએ ટ્વિટર પર પુત્રનું નામ જાહેર કરતાં લખ્યું- ‘અમે પુત્રનું નામ…..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોતાની કોમેડીથી લોકોનું દિલ જીતનાર કોમેડિયન કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ વર્ષે ફેબ્રુઆરીએ તેની પત્ની ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. આ માહિતી કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે તેણે પોતાના પુત્રનું નામ જાહેર કર્યું છે. ગયા રવિવારે હાસ્ય કલાકાર કપિલ શર્માએ તેના સત્તાવાર ટ્વિટર પર ગાયક નીતિ મોહનને જવાબ આપતા તેમના પુત્રનું નામ જાહેર કરતાં કહ્યું કે તેણે તેમના પુત્રનું નામ ‘ત્રિશાન’ રાખ્યું છે. તાજેતરમાં કપિલ શર્માએ તેમનો 40 મો જન્મદિવસ ઉજવ્યો હતો અને સિંગર નીતિ મોહને ટ્વિટર પર કપિલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા લખ્યું હતું કે, “હેપી બર્થડે પ્યારે કપિલ શર્મા પાજી. તમને અને તમારા આખા પરિવારને ઘણો બધો પ્રેમ. હવે તો બેબી બોયનું નામ જણાવો.’ આ અંગે પ્રતિક્રિયા આપતાં કપિલ શર્માએ ટ્વિટર પર લખ્યું, ‘આભાર નીતિ મોહન, આશા છે કે તમે તમારી જાતનું યોગ્ય ધ્યાન રાખી રહ્યા છો. અમે અમારા પુત્રનું નામ ત્રિશાન રાખ્યું છે.’ તમને જણાવી દઈએ કે કપિલ શર્માએ વર્ષ 2018 માં ગિની ચતરથ સાથે લગ્ન કર્યા અને ડિસેમ્બર 2019 માં, ગિન્નીએ પુત્રી અનાયરાને જન્મ આપ્યો. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર કપિલ શર્મા આ દિવસોમાં રજાઓ પર છે અને આ વર્ષના અંતમાં તેમના શોના નવા એડિશન સાથે તે પરત આવી શકે છે. વળી, તે નેટફ્લિક્સ ઓરિજનલમાં પણ કામ કરી રહ્યો છે, પરંતુ આ વિશે હજી કોઈ માહિતી બહાર આવી નથી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર