આટ આટલા વર્ષ ધારાસભ્ય રહ્યા બાદ પણ ઉભરાતી ગટરો વચ્ચે સદસ્યતા અભિયાન કરવું પડે તો શરમ થવી જોઈએ મોરબીના ધારાસભ્ય ને
શરમ કરો શરમ ઉભરાતી ગટર વચ્ચે ચાલી ને ભાજપ સદસ્યતા કરી રહ્યું છે તો રોડ પર અડિંગો જમાવીને ઉભેલા ખુંટીયા દેખાઈ રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે શું અભિયાનમાં પશુઓને પણ જોડે છે કે શું?
મોરબી: સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત આજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા ત્યારે તસવીરમા એક તરફ ખુંટીયાઓ તો બીજી તરફ ગટરોના ઉભરતા પાણી દેખાઈ રહ્યા છે તો શું જરા પણ વિચાર નહી આવતો હોય કે હું સદસ્યતા અભિયાન પછી પહેલા મોરબીની જનતાને આ નર્કાગાર સમી સ્થિતીમાથી બહાર કાઢુ.