Wednesday, April 16, 2025

મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃધ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરૂણા હેલ્પલાઇન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તેમની ફરજ સુપેરે બજાવી રહી છે.

ત્યારે તાજેતરમાં પંચાસર રોડ પર એક ગાયે નવજાત વાછરડીને જન્મ આપેલ, જેને જન્મની સાથે આગળના બન્ને પગમાં ખોડખાંપણ હોવાથી ભરતભાઇ ગોઠીએ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કરેલ અને પંચાસર ચોકડી સ્થીત વેટ પોલિક્લિનિકના પરિસરમાં જ ડૉ. હરિભાઇ ઠુમ્મર અને ડૉ. વિપુલ કાનાણિ દ્વારા નવજાત વાછરડીને તપાસી પગના ગોઠણનું સફળ ઓપરેશન કરવામાં આવેલ. જેના થકી નવજાત વાછરડીને નવજીવન પ્રાપ્ત થયેલ.

જે બદલ કોલર ભરતભાઇ ગોઠી દ્વારા ૧૯૬૨ ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ અને અબોલ પશુઓની ૧૯૬૨ ટીમ દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર