ઘર કા ભેદી લંકા ઢાયે :- આંગડીયા પેઢીના કર્મચારીઓએ જ ૩૦ લાખની રોકડ ભરેલ થેલો કર્યો ગાયબ
રાજકોટ-ભુજ રૂટની બસમાં આંગડિયા પેઢીના પૈસા ભરેલ થેલાની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાયી હતી ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ કામ નાં ફરિયાદીઓએ જ બેગની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ કામના ૨ આરોપીઓની અટકાયત કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ ભુજ રૂટની બસમાં મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી(રાજકોટ) ના બે કર્મચારીઓ ભુજથી રાજકોટ તરફ આવતા હોઈ ત્યારે તેમની સાથે રહેલ એક થેલામાં રૂ ૩૦ લાખ રોકડા તેમજ અન્ય થેલામાં ૧૦ લાખના સોના ચાંદીના દાગીના લઈને આવતાં હોઈ. ત્યારે આ થેલા કોઈક ઉપાડી ગયું હોઈ તેવું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ અંગે મોરબી સિટી એ ડિવિઝન તેમજ મોરબી એલસીબીની ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.
ફરિયાદ આધારે તપાસ કરતા પેઢીના કર્મચારીઓ જ આ ઉઠાંતરીમાં સંડોવાયેલ હોઈ તેવી માહિતી એલસીબી ને મળી હોઈ જે બાબતને ધ્યાનમાં લઈ ટ્રેપ પૂછપરછ કરતા ફરિયાદીઓએ ખુદ જ પૈસાની બેગ ગાયબ કરી હોવાનું કબૂલ કર્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આંગડિયા પેઢીના કર્મચારી અને આ કામના આરોપી આનંદજી પરમાર તેમજ અજીતસિંહ પરમાર ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આ આરોપીની વધુ પૂછપરછ કરતાં તેઓએ બેગ ગાયબ કરવાનો પ્લાન અન્ય આરોપી સિદ્ધરાજસિંહ પરમાર સાથે મળીને બનાવ્યો હોય, આરોપી સિદ્ધરાજસિંહને આદિપુર બસ સ્ટેશન પર બોલાવી તે ભુજ રાજકોટ વાળી બસમાં બેસી ગયો હોઈ અને ભચાઉની ટિકિટ કરવી હતી. બાદ રોકડ અને સોના-ચાંદીની બેગ લઈ તે ભચાઉ ખાતે ઉતરી ગયો હતો તેવી વાત પણ તપાસમાં ખુલી છે. ત્યારે પોલીસ દ્વારા ત્રીજા આરોપી સિદ્ધરાજસિંહને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.