મોરબીના આંદરણા ગામના બસ સ્ટેન્ડ નજીક રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબી તાલુકાના આંદરણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સી.એન.જી. રીક્ષામાંથી ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે, એક સી.એન.જી. રિક્ષા રજી.નં. GJ-08-AV-6287 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી હળવદ તરફથી મોરબી આવનાર હોવાની મળેલ બાતમીના આધારે તે જગ્યાએ અલગ અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન બાતમીવાળી બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા નં. GJ-08-AV-6287 વાળી નીકળતા જેને ઉભી રાખવા ઇશારો કરતા રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઇ ભાગવા જતા તેનો પીછો કરી રીક્ષાને આંતરી ઉભી રખાવી ચેક કરતા તેમાં બે ઇસમો બેસેલ હોય અને રીક્ષાની પાછળની સીટ નીચે તથા ડ્રાઇવર સીટ નીચેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૯૨ કિં.રૂ.૨૮,૮૦૦/- તથા બજાજ કંપનીની સી.એન.જી.રીક્ષા રજી.નં. GJ-08-AV-6287 કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૧,૨૮,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમો વનરાજસિંહ છનુભા વાઘેલા, ઉ.વ. ૧૯, ધંધો-ડ્રાઇવિંગ, રહે. વડા, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા, યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૪૦, ધંધો-ડ્રાઇવિંગ, રહે. થરા, પારસનગર સોસાયટી, તા.કાંકરેજ, જી.બનાસકોઠા, મુળ રહે. ઝીંઝુવાડા, તા.પાટડી, જી.સુરેન્દ્રનગરવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.