Saturday, December 21, 2024

મોરબીમાં મસી નામની જીવાતે લોકો ની મુશ્કેલી વધારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:મોરબીમાં મસી નામની જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે

કપડાંમાં ચોંટવાની સાથે આંખમાં પડતી હોવાથી વાહનચાલકોને આંખમાં બળતરા સહિત આંખને લગતી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

મસીનો ઉપદ્રવ વધતાં શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે આંખમાં મસી પડે ત્યારે અકસ્માત થવાની પણ સંભાવના વધી જાય છે ચશ્માં અને મોં ઉપર રૂમાલ ફરજિયાત બાંધવો પડે છે
શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અચાનક મસી નામની જીવાતે તરખાટ મચાવાનું શરૂ કર્યું છે. જેના કારણે રસ્તે ચાલતા રાહદારીઓ અને ખાસ કરીને ટુ વ્હીલર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મસીથી બચવા વાહનચાલકો હેલ્મેટ, રૂમાલ ચશ્માં અને દુપટ્ટાથી ચહેરો કવર કરીને મસીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. મસી નામની જીવાત માર્ગ ઉપર ઊતરી આવતાં લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ખાસ કરીને એક તરફ શિયાળાની વિદાય થઈ રહી છે તો બીજી તરફ ડબલ ઋતુના કારણે લોકોનાં આરોગ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે. ત્યારે મિશ્ર ઋતુયુક્ત વાતાવરણમાં જીવ જંતુઓનો ત્રાસ વધી રહ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર