ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદિમા ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કેવલભાઇ દિનેશભાઇ ઝાપડા ઉ.વ-૧૮ રહે. ટંકારા ગોકુળનગર ભરવાડ વાસ તા-ટંકારાવાળાનુ ગત તા.૨૧-૦૫-૨૦૨૪ ના રોજ અમરાપર રોડ ઉપર જીજુ નદિમા કોઈ કારણસર ડુબી જતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

