રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં “લવ રાજકોટ” સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે. રંગીલા રાજકોટ નવી રંગીલી ભેટ મળી. રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલા આ બ્રિજના નિર્માણથી લોકોને ઘણો ફાયદો થશે તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. સાથે જ વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આ બ્રિજને સુંદર રીતે સજ્જ કરવામાં આવ્યો હતો. આથી તેને જોવા માટે રાજકોટ વાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી. આ સાથે જ કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કર્યું. અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રિજ સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલાં 56.58 કરોડના 416 આવાસોનો CMના હસ્તે કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ CM રૂપાણીના હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.