Saturday, September 21, 2024

આમરણના ડાયમંડનગર નજીક પુરૂષાર્થ કોટર્ન જીનમાંથી 22 ઈલેક્ટ્રીક મોટરની ચોરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ રોડ પર આવેલ ડાયમંડનગર નજીકમાં પુરૂષાર્થ કોટર્ન ઈન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ૨૨ ઈલેક્ટ્રીક મોટર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણના ડાયમંડનગરમા રહેતા રાજેશભાઈ દયાલજીભાઈ બોડા (ઉ.વ‌.૪૦) એ આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીના આમરણ ડાયમંડનગર નજીક આવેલ પુરૂષાર્થ કોટર્ન ઇન્ડસ્ટ્રીજ (જીન) માંથી ગઇ તા-૩૦/૧૦/૨૦૨૩ થી ૨૨/૧૧/૨૦૨૩ દરમ્યાન કોઇ પણ વખતે કોઇ અજાણ્યા ચોર ઇશમો જીનના શેડની બારી તોડી અંદર પ્રવેશ કરી જીનના ચરખામા લગાડેલ ઇલેકટ્રીક મોટરો નંગ-૨૨ કુલ કિંમત રૂપિયા ૧,૯૮,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયો છે. આ બનાવ અંગે ભોગ બનનાર રાજેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર