મોરબી: મોરબીનો સિરામિક ઉદ્યોગ જગ વિખ્યાત છે મોરબી સિરામિક ઉદ્યોગે હરણફાળ પ્રગતિ કરી છે ત્યારે અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝિબિશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની 40થી વઘુ કંપનીએ ભાગ લીધો છે.
મોરબીની સિરામિક પ્રોડક્ટ અખાતી દેશો, યુરોપિયન દેશો, આફ્રિકન અને એશિયન ઉપરાંત અમેરિકન દેશોમાં પણ નિકાસ થાય છે. જેમાં પ્રથમ પાંચ ક્રમે સાઉદી અરેબિયા, અમેરિકા, યુએઈ, ઇન્ડોનેશિયા અને ઈરાક છે. આ સહિત કુલ ૧૬૩ દેશોમાં હાલ મોરબી સિરામિક ઉત્પાદનની નિકાસ કરી રહ્યું છે અને વિદેશી હુંડિયામણ ભારતને રળી આપી રહ્યું છે. તેમજ મોરબીની પ્રોડક્ટ ગુણવત્તાસભર હોય. જે વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી બીજા ક્રમે છે.