અમદાવાદમાં યોજાયેલ ક્ષત્રિય એકતા સંમેલનમાં મોરબી કરણી સેના જોડાઈ
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને તાલુકા પ્રમુખ રવિરાજસિંહ શાપર શહેર પ્રભારી વનરાજસિંહ જાડેજા સાથે જીલ્લાના મુખ્ય હોદેદારો એન કરણી સૈનિકો પણ જોડાયા હતા.